VIDEO : જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કર્યું મતદાન
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં 25 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે જામનગરમાં ભારતીય ટીમના

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં 25 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે જામનગરમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા મતદાન કર્યું હતું. જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. વોટિંગ કર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.
રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પંચવટી વિસ્તારમાં આવેલા મતદાન મથક પર મતદાન કર્યું હતું. આ સાથે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું. જામનગરમાંથી ભાજપના વર્તમાન સાંસદ પૂનમબેન માડમ કોંગ્રેસના જે.પી મારવિયા સામે ચૂંટણી લડી રહ્યા છે.
પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. જેમાં જામનગરમાં 52.36 ટકા મતદાન થયું છે.






