VIDEO : ગુજરાતમાં એક બેઠક હારવા અંગે પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
CR Patil and CM Bhupendra Patel Statement after Lok Sabha election results | Lok Sabha Elections Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી ભાજપ પ્રદ

Lok Sabha Elections Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
સી.આર.પાટીલે કહ્યું કે દેશમાં લોકસભા ચૂંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમા સંપન્ન થઇ છે તેના માટે મતદારો, અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સહિત નામી અનામી અનેક લોકોનો આભાર વ્યકત કરુ છું
વધુમાં આ સી.આર.પાટીલે કહ્યું કે ગત લોકસભા ચૂંટણીની જેમાં આ વખતે પણ ગુજરાતમાં 26 માથી 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ એક બેઠક બનાસકાંઠાની અમે જીતી નથી શક્યા. ગુજરાતની એક બેઠક હારવાનું દુઃખ છે, મતદારોની જાણે અજાણે અમારાથી કે સરકારથી કોઇ ભુલ થઇ હશે જેના કારણે આ એક બેઠક નુકશાન થયુ છે.અમારી ભુલો શોધવાનો પ્રયત્ન કરીશું.
રાજકોટમા થયેલા અગ્નિકાંડને યાદ કરતા સી.આર.પાટીલે જણાવ્યું કે, રાજકોટની અગ્નિકાંડની ઘટનાનુ ખૂબ દુખ છે જેના કારણે આ જીતની ઉજવણી કે રેલી યોજવામા આવશે નહી. રાજકોટની ઘટનામા પીડિતોના પરિવારમા સહભાગી થવાનો પ્રયત્ન કરીએ છીએ.
તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતમાં 26 માંથી 26 બેઠક બે વખત જીત્યા હતા આ વખતે પણ કાર્યકર્તાઓના વિશ્વાસ અને મહેનતથી 26 માથી 26 જીતવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ એક બેઠકમા મતદારોનું દિલ જીતવામા સફળતા નથી મળી. બનાસકાંઠાની હારમા જે કયાંય ત્રુટી રહી ગઇ છે તેનુ મનોમંથન કરીશું અને વિકાસના કાર્યો વધુ વેગવંતા બને તે દિશામા કામ કરવાનો પ્રયાસ કરીશું.








