મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા કપાસના પાક પર સંકટ

અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને લાઠી તાલુકાના છેવાડાના શા

તસવીર: gstv

અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને લાઠી તાલુકાના છેવાડાના શાખપુર ગામમાં વરસાદના અભાવે કપાસના પાક પર સંકટ ઊભું થયું છે. શરૂઆતમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ઓછો થતાં પાકના વિકાસ પર અસર પડી રહી છે. ખેતરોમાં પૂરતો ભેજ ન રહેતા કપાસના છોડ નાના રહેવા લાગ્યા છે અને પાક ઉજરવામાં મુશ્કેલી પડી રહી છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો કપાસનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. શાખપુર ગામના ખેડૂતોએ સરકાર પાસે પાકને થયેલા નુકસાન અંગે સહાય અને રાહત આપવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો