મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના મિતિયાળા સહિતના ગામોમાં કરોડોની સંખ્યામાં કાઉંસી ઈયળોનો ઉપદ્રવ, ગ્રામજનો ત્રાહિમામ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મિતિયાળા, કૃષ્ણ

તસવીર: gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મિતિયાળા, કૃષ્ણગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર વર્ષથી મિલીપેડ એટલે કે 'કાઉંસી ઈયળ'નો ઉપદ્રવ ભારે વકર્યો છે. કરોડોની સંખ્યામાં જોવા મળતા આ જીવો ઘરોના નળિયા, દીવાલો અને ઘરવખરી પર કબજો જમાવી રહ્યા છે, જેના કારણે લોકો નીચે બેસીને જમી પણ શકતા નથી અને ખાટલાનો સહારો લેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના મતે ડુંગરાઓમાં ચાલતા ગેરકાયદેસર ખનન અને જેસીબીના ખોદકામને કારણે કુદરતી આવાસ છીનવાતા આ જીવો માનવ વસાહતો તરફ વળ્યા છે. ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા અને ખનન પ્રવૃત્તિઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો