VIDEO: અમરેલીના ચાંદગઢ ગામે વનકર્મી પર હુમલો કરનાર સિંહણ ઘૂસતા ગ્રામજનોમાં ભારે ફફડાટ
અમરેલી પંથકના ચાંદગઢ ગામે સિંહણના આતંકને

અમરેલી પંથકના ચાંદગઢ ગામે સિંહણના આતંકને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. થોડા દિવસો પહેલા જ આ સિંહણે વનવિભાગના એક ટ્રેકર પર જીવલેણ હુમલો કરી તેને ઇજાગ્રસ્ત કર્યો હતો, અને હવે આ જ સિંહણ સીધી ચાંદગઢ ગામની અંદર ઘૂસી આવી છે. ગામમાં સિંહણના આંટાફેરા શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ડરનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ લીલિયા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા ગામલોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સિંહણને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટેની કવાયત અને સઘન રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે.




