મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના ચાંવડથી બાબરા હાઈવે પર ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ

અમરેલી પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ મહેર કરી છે. ચાંવડથી બાબર

તસવીર: gstv

અમરેલી પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ મહેર કરી છે. ચાંવડથી બાબરા હાઈવે પર આવેલા ગળકોટડી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં ઘનઘોર વાદળો વચ્ચે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. લાંબા સમયના ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને આહ્લાદક માહોલ સર્જાયો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે, જેનાથી વાહનચાલકો અને સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી છે. ખેતી પાક માટે પણ આ વરસાદ ખૂબ જ અનુકૂળ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, અને કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

આ સમાચાર શેર કરો