VIDEO: નંદુરબારના શહાડામાં ફૂડ પોઈઝનિંગનો કોપ, વસતિગૃહના ૪૦થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ!
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા સ્થિત સમાજ

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા સ્થિત સમાજ કલ્યાણ વિભાગના વસતિગૃહમાં ભોજન લીધા બાદ ૪૦થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હતી. ઝેરી ખોરાકના કારણે ઉલટી અને ગૂંગણામણની ફરિયાદ ઊભી થતાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ત્વરિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય રાજેશ પડવી, શહાડા તાલુકના તબીબી અધિકારી રાજેન્દ્ર વાળવી અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નબળી ગુણવત્તાવાળા ભોજન અને ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા અંગે યુવાનો તથા વાલીઓએ ભારે વિરોધ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી હતી. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના કરી ભોજનના સેમ્પલ લેબમાં મોકલીને જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.




