મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સાપુતારામાં શાળાનું બાંધકામ કરવામાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી, વાલીઓમાં રોષ

રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે કરોડોના ખર્ચે બનેલ જિલ્લા પંચાયત શિક્ષણ

રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે કરોડોના ખર્ચે બનેલ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક શાળામાં હાલમા જ નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ આ કરોડોના ખર્ચે બાંધકામ કરવાની જેની જવાબદારી છે તેવા કોન્ટ્રાક્ટરો બાળકોની સુવિધા કરતા પોતાના ફાયદા બાબતે વધારે ચિંતિત હોય તેવું લાગી રહ્યું છે. નવીન બિલ્ડીંગની ડિઝાઇનમાં ખામી હોવા સાથે બાંધકામમાં વપરાયેલા મટીરીયલમાં પણ વેઠ ઉતારી હોવાનું વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જે વર્ગખંડમાં બેસીને બાળકો અભ્યાસ કરી રહયા છે ત્યાં ધાબામાંથી પાણી ઉતરી રહ્યું છે.

સાપુતારા પ્રાથમિક શાળાના વાલીઓ અને એસએમસી સભ્યોએ શાળાની મુલાકાત લઈને બાળકોને શાળામાં પડતી મુશ્કેલી અંગે ફરિયાદ કરી હતી. જોકે આ બાબતે સમગ્ર શિક્ષા અભિયાનના મુખ્ય ઈજનેર સી એ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે મને કોઈ જાણકારી નથી અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર શેર કરો