VIDEO: જેતપુર હાઈવેના ફોર-ટ્રેક રોડના નિર્માણ દરમિયાન ઓથોરિટીએ કૂવા પર જ બનાવી દીધો રસ્તો, બાંધકામ બેસી જતા પડ્યો ભૂવો
ગુજરાતમાં હાલ કેટલાક જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે, તો બીજી
ગુજરાતમાં હાલ કેટલાક જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે, તો બીજી તરફ સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સંખ્યાબંધ રસ્તાઓ ધોવાઈ ગયા છે. તો બીજી તરફ જૂનાગઢ જેતપુર હાઈવે પરતો અનોખી ઘટના સર્જાી હતી. મળતા અહેવાલ પ્રમાણે જૂનાગઢના જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ફોર-ટ્રેક રોડના નિર્માણ દરમિયાન ખેડૂતની જમીનમાં આવેલો કૂવો પર જ રસ્તો બનાવી દીધો હતો.
જેતપુર-સોમનાથ બાયપાસ રોડ પર કૂવા પરનું બાંધકામ બેસી ગયું
જોકે પરંતુ નબળી બાંધકામ ગુણવત્તાને કારણે મોડી રાત્રે જેતપુર-સોમનાથ બાયપાસ રોડ પર આ કૂવા પરનું બાંધકામ બેસી જતાં મોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં એક ટ્રક ફસાઈ ગયો હતો. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ ખેડૂતે ચેતવણી આપી કે જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો ગંભીર બ્રિજ જેવી મોટી જાનહાનિ થઈ શકી હોત.







