VIDEO : ચૂંટણીમાં હાર બાદ અમદાવાદ કોંગ્રેસ વેરવિખેર, 6 વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરાતાં સોનલ પટેલ વિરુદ્ધ કાર્યકરોનો ઉગ્ર વિરોધ
અમદાવાદ શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સર્જાયો છે. મ્યુનિસિપલ ક

અમદાવાદ શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સર્જાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પરિણામો બાદ શહેર સંગઠનમાં ભડકો થયો છે, જેમાં શહેર પ્રમુખ સોનલ પટેલ વિરુદ્ધ કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. પક્ષની આ હારની નૈતિક જવાબદારી સ્વીકારવાને બદલે શહેર પ્રમુખે હારનું ઠીકરું નાના કાર્યકરો પર ફોડતા વિવાદ વધુ વકર્યો છે.
આ ઘટનાક્રમમાં કોંગ્રેસના છ જેટલા વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મક્તમપુરા જેવા વિસ્તારોમાં, જ્યાં પેનલ જીતી હોવા છતાં પ્રમુખને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, તે બાબતે કાર્યકરોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો અને તેમના સમર્થકોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં નિષ્ફળતા પાછળ શહેર પ્રમુખ સોનલ પટેલની નબળી વ્યૂહરચના અને ખોટા ઉમેદવારોની પસંદગી જવાબદાર છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે નાના કાર્યકરો સામે પગલાં લેવાને બદલે શહેર પ્રમુખે પોતે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પ્રદર્શન અને નબળી કામગીરીને લઈને અમદાવાદ શહેરના 6 જેટલા વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કયા કયા વોર્ડમાં પ્રમુખ સસ્પેન્ડ?
સસ્પેન્ડ કરાયેલા પ્રમુખોમાં નવરંગપુરા, જોધપુર, વાસણા, મકતમપુરા, વટવા અને રામોલ-હાથીજણ વોર્ડનો સમાવેશ થાય છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મકતમપુરા વોર્ડમાં પેનલની જીત થઈ હોવા છતાં ત્યાંના પ્રમુખને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પક્ષની આ કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે.
કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ
વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવાની આ કાર્યવાહી બાદ કોંગ્રેસના કાર્યકરો ભારે રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર શહેર પ્રમુખ સોનલ પટેલનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કરી દીધો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં નિષ્ફળતા અને ખોટા ઉમેદવારોની પસંદગી માટે શહેર પ્રમુખની સીધી જવાબદારી બને છે, પરંતુ તેઓ પોતાની નિષ્ફળતાનું ઠીકરું નાના કાર્યકરો પર ફોડી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં ચર્ચા
સોશિયલ મીડિયા ગ્રુપોમાં એવી માંગ ઉઠી રહી છે કે નાના કાર્યકરોને સસ્પેન્ડ કરવાને બદલે શહેર પ્રમુખે જાતે જ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ. અગાઉ પણ સોનલ પટેલનો ઘણીવાર વિરોધ થઈ ચૂક્યો છે.








