Video: લુણાવાડા ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસનો પ્રચંડ વિરોધ, નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી
લુણાવાડા ચોકડી ચાર રસ્તાથી લઇ ચાર કુશિયા નાકા સુધી રેલી યોજી કોંગ્રેસે ભાજપ સામ
લુણાવાડા ચોકડી ચાર રસ્તાથી લઇ ચાર કુશિયા નાકા સુધી રેલી યોજી કોંગ્રેસે ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ખોટા આક્ષેપ કરીને ભાજપે તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે 'ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી' ના સુત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો.
રેલી યોજી કોંગ્રેસે ભાજપ સામે વિરોધ નોંધાવ્યો
મહિસાગરમાં લુણાવાડા ચાર રસ્તા પર કોંગ્રેસે ભાજપ જિલ્લા કાર્યાલયે વિરોધ નોંધાવ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ખોટા આક્ષેપ કરીને ભાજપે તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. ભાજપ કાર્યાલય નીચે ઉભા રહી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ અને કાર્યકરો દ્વારા 'ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી' ના સુત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. લુણાવાડા ચોકડી ચાર રસ્તાથી લઇ ચાર કુશિયા નાકા સુધી રેલી યોજી કોંગ્રેસે ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો.







