મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અગ્નિકાંડ સહિતના પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે.વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા સરકાર

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થયું છે.વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિવિધ મુદ્દાને લઇને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ લોકશાહીની હત્યા બંધ કરો જેવા નારા લગાવ્યા હતા.

કોંગ્રેસનું પ્રથમ દિવસે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના ધારાસભ્ય અગ્નિકાંડ, બોટકાંડ, તક્ષશિલાકાંડ, બ્રિજ દૂર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ મૂલાસણામાં પાંજરાપોળ, ડૂમસની સરકારી, કચ્છમાં ગૌચર જમીન કૌભાંડમાં કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી. આ સાથે જ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પણ કરવામાં આવી હતી.

ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદારો દૂર કરી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી હતી.

શૈલેષ પરમારે શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો

ગુજરાત વિધાનસભામાં પ્રથમ દિવસે શૈલેષ પરમારે રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે કહ્યું કે, શિક્ષકો રજાઓ લઇને વિદેશમાં જતા રહે છે અને રાજ્યમાં શિક્ષકોની ઘટ છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની પણ ઘટ છે. આ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જૂન મોઢવાડિયા, સી.જે.ચાવડા સહિતના નેતાઓ ગૃહમાં આવતા જ મૂળ ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવીને તેમને આવકાર્યા હતા.

આ સમાચાર શેર કરો