Video: મોડાસામાં કોંગ્રેસે નકલી દૂધની હોળી પ્રગટાવી પ્રદક્ષિણા કરી, કૌભાંડની ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગ
અરવલ્લીમાં નકલી દૂધના મામલે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસામાં વિરોધ પ્રદર્શન કરવામ
અરવલ્લીમાં નકલી દૂધના મામલે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય અને કાર્યકરોએ નકલી દૂધની હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી સમગ્ર કૌભાંડની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.







