Video: કોંગી નેતાઓ રાજુ કરપડાના સંપર્કમાં, જાણો ખેડૂત નેતાએ કોંગ્રેસમાં જોડાવા અંગે શું કહ્યું?
ખેડૂત આગેવાન રાજુ કરપડાના આમ આદમીમાંથી રાજીનામાં બાદ તેઓ પાલ આંબલિયા સહિતના નેતાઓને મળવા સુરે
ખેડૂત આગેવાન રાજુ કરપડાના આમ આદમીમાંથી રાજીનામાં બાદ તેઓ પાલ આંબલિયા સહિતના નેતાઓને મળવા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ રાજુ કરપડાના સંપર્કમાં છે. તેઓને કોંગ્રેસમાં જોડાવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
હજુકોઈ પક્ષ સાથે જોડાવાનો નિર્ણય નથી કર્યો
બે દિવસ પછી રાજુ કરપડા કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પણ મળશે. જો કે આ અંગે કરપડાએ જણાવ્યું હતું કે હજુ કોઈ પક્ષ સાથે જોડાવાનો નિર્ણય નથી કર્યો. ખેડૂત સંમેલનનું આયોજન કરીશ ત્યાર બાદ ખેડૂતો કહેશે તો પક્ષમાં જોડાઇશ. પારિવારિક સંબંધના કારણે ખેડૂત નેતાઓને મળવા આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.








