મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભુજમાં MLA જીજ્ઞેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ નેતાએ મહિલાની ખુરશી ખેંચી, નોંધાઈ પોલીસ ફરિયાદ

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ભુજમાં જમીન બાબતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસ નેતાએ મહિલા

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ભુજમાં જમીન બાબતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસ નેતાએ મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી ખેંચી લેતા ધડામ દઈને નીચે પડ્યા હતા. જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે હવે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે કોંગ્રેસ આગેવાન એચ.એસ.આહિર સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી ખેંચી લેતા નીચે પડ્યા હતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ભુજમાં જમીન બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન કચ્છ કિસાન કોગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવિસ્ટ એચ.એસ.આહિરે મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી ખેંચી લેતા નીચે પડી ગયા હતા. જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. 

ભુજ એ ડીવીઝન પોલીસ મથકે કોંગ્રેસ આગેવાન એચ.એસ.આહિર સામે ભારતીય ન્યાય,સહિતના ૧૨૧,૨૨૧,૨૩૩ તથા એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. રીના ચૌહાણની ફરીયાદના આધારે પોલીસની તપાસ હાથ ધરી છે. 

આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરી ગૃહ રાજ્યમંત્રીએ કોંગ્રેસને ઘેરી 

કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહિર અગાઉ સાંસદ કંગના રનૌત પર સોશિયલ મીડિયામાં વિવાદીત ટિપ્પણનીને લઈને પણ વિવાદમાં આવી ચૂક્યા છે. આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસને ઘેરી હતી. 

આ સમાચાર શેર કરો