પીડિત ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ, દેવા માફ કરવાની કરી માગ
કમોસમી માવઠાના પીડિત ખેડૂતોની વ્હારે કોંગ્રેસ પાર્ટી આવી છે. અમરેલીના વડીયા ખાતે ખેતી બચાવો સત્યાગ્રહનો આરંભ થ
કમોસમી માવઠાના પીડિત ખેડૂતોની વ્હારે કોંગ્રેસ પાર્ટી આવી છે. અમરેલીના વડીયા ખાતે ખેતી બચાવો સત્યાગ્રહનો આરંભ થયો છે. ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે. અને તેઓ રેલી મારફતે સુત્રોચ્ચાર કરતા મામલાતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદન પત્ર પાઠવી ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી કરી.
તો બીજી બાજુ વરસાદના કારણે થયેલા નુકસાનીના સરવે કરવાને લઈને માળીયાહાટીના તાલુકા કોંગ્રેસ સમિતિએ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માલદેવભાઈ પિઠીયાની આગેવાની નીચે અનેક ખેડૂતોની સાથે આજે માળિયાહાટીનામાં મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જેમ યુપી સરકારે ખેડૂતોના 78,000 કરોડના દેવા માફ કર્યા હતા, તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવા માગણી કરી છે.
ગુજરાતમાં છેલ્લી સાત સીઝનના વાવાઝોડા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદમાં ભોગ બનેલા ખેડૂતોને રાહત પેકેજ આપવાની ખાલી જાહેરાતો થાય છે. પરંતુ જ્યારે ખેડૂતોને ચૂકવવાનું થાય છે ત્યારે 30થી 35% જેટલી રકમ પણ ખેડૂતોને ચુકવવામાં આવતી નથી.
2020થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે, પરંતુ આખા ભારતમાં ચાલુ છે, જેથી તાત્કાલિક આ યોજના શરૂ કરવાની માગ કરી છે.











