VIDEO: દાંતામાં કોંગ્રેસ-આપના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ, હેમરાજ રાણા મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ્યા હોવાનો આક્ષેપ
દાંતા ખાતે મતગણતરી શરૂ થાય તે પહેલા ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. આદર્શ નિવાસી આશ્રમ શાળા ખાતે ગેટ પર કોંગ

દાંતા ખાતે મતગણતરી શરૂ થાય તે પહેલા ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. આદર્શ નિવાસી આશ્રમ શાળા ખાતે ગેટ પર કોંગ્રેસ અને આપના કાર્યકરોના પોલીસ સાથે ઘર્ષણના દૃશ્યો સામે આવ્યા છે. કોંગ્રેસ અને આપ દ્વારા હેમરાજ રાણાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સામાજિક આગેવાન હેમરાજ રાણા મત ગણતરી સેન્ટરમાં અંદર ગયો હોવાના આક્ષેપને લઈ વિરોધ કરાયો હતો. જોકે હેમરાજ રાણા અંદર હોવાના કોઈ પુરાવા સામે આવ્યા ન હતા. આ ઘટના બાદ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થઇ હતી.







