મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ટકોર પડી ભારે, મિત્ર જ બન્યો કાળ!

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે પોતાના જ મિ

તસવીર: GSTV

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે પોતાના જ મિત્ર પર કાર ચડાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ફરિયાદી યુવકે તેના મિત્રને કાર ધીમે ચલાવવા માટે ટકોર કરી હતી. આ બાબતથી ઉશ્કેરાઈ જઈને મિત્રો વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા કાર ચાલકે તેના જ મિત્ર પર કાર ચડાવી દીધી હતી. આ સમગ્ર હુમલાની ખૌફનાક ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે..

આ સમાચાર શેર કરો