મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :  સુરેન્દ્રનગરમાં વજુભાઈ વાળાની નેતાઓને ટકોર, "ભૂલ કરશો તો ટિકિટ અને મત બંને ગુમાવવાનો વારો આવશે"

સુરેન્દ્રનગરના વસ્તડીમાં યોજાયેલી રાજપૂત સમાજની બેઠકમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સમાજના યુવ

સુરેન્દ્રનગરના વસ્તડીમાં યોજાયેલી રાજપૂત સમાજની બેઠકમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સમાજના યુવાનોને સંગઠિત બનવા અને સાદગીભર્યું જીવન જીવવાની અપીલ કરવાની સાથે ચૂંટાયેલા નેતાઓને જાહેર મંચ પરથી મહત્વની ટકોર કરી હતી. તેમણે નેતાઓ અને હોદ્દેદારોને શિખામણ આપતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓએ એવી રીતે કામ કરવું જોઈએ કે તેમની કોઈ ફરિયાદ ન આવે, કારણ કે ફરિયાદ થવાથી ટિકિટ અને મત બંને ગુમાવવાનો વારો આવે છે. વજુભાઈએ પોતાના કાર્યકાળનું ઉદાહરણ આપતા ગર્વથી ઉમેર્યું હતું કે, તેઓ સતત પાંચ વાર એટલે જ ચૂંટાયા હતા કારણ કે તેમની સામે કોઈ ફરિયાદ નહોતી અને અંતે તેમણે સામે ચાલીને અન્યને તક આપવા માટે પદ છોડવું પડ્યું હતું.

આ સમાચાર શેર કરો