VIDEO : Surendranagar માં ખનિજ માફિયાઓના નેટવર્ક પર મોટો પ્રહાર: પોલીસ રેકીના કૌભાંડમાં વધુ 23 સામે કડક પગલાં
સુરેન્દ્રનગરમાં ખનિજચોરી અટકાવવા નીકળતી પોલીસ અને તંત્રની ટીમોની ગુપ્ત માહિતી અગાઉથી ખનિજ
સુરેન્દ્રનગરમાં ખનિજચોરી અટકાવવા નીકળતી પોલીસ અને તંત્રની ટીમોની ગુપ્ત માહિતી અગાઉથી ખનિજ માફિયાઓને પહોંચાડનારા વધુ ૨૩ લોકો પર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ધડાકો થયો છે કે માફિયાઓ દ્વારા ગુપ્ત વોટ્સએપ ગ્રૂપ્સ બનાવીને દરોડા પાડવા જતી ટીમની પળેપળની માહિતી મેળવવામાં આવતી હતી. આ પ્રવૃત્તિમાં સામેલ ૧૦૦થી વધુ શંકાસ્પદ વોટ્સએપ ગ્રૂપ પોલીસના ધ્યાને આવ્યા છે. ખનિજ માફિયાઓ પોતાના બાતમીદારો દ્વારા પોલીસની રેકી પણ કરાવતા હતા, જેથી દરોડા દરમિયાન ટીમનો રસ્તો રોકી કે અડચણ ઉભી કરીને ચોરીના વાહનોને સુરક્ષિત બહાર કાઢી શકાય. આ આખી સિન્ડિકેટના પર્દાફાશ માટે હવે સાયબર ક્રાઈમ પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. તંત્રની આ સઘન કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



