VIDEO: નસવાડી શાળા પ્રવેશોત્સવમાં IFS અધિકારીનો મોટો ઘટસ્ફોટ, દારૂબંધી અને બાળકોના પોષણ અંગે કરી ટકોર
છોટા ઉદેપુરના નસવાડીમાં યોજાયેલા શા

છોટા ઉદેપુરના નસવાડીમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગાંધીનગરથી આવેલા IFS અધિકારી દારૂબંધી અંગે નિવેદનો આપ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, બોર્ડર વિસ્તારમાં વાલીઓની દારૂની લતને કારણે બાળકો કુપોષિત બની રહ્યા છે. ઘણા વાલીઓ ચા કે ખોરાકને બદલે દારૂ પાછળ ખર્ચ કરે છે, જેથી બાળકોને પૂરતું પોષણ મળતું નથી.અધિકારીએ આકરા શબ્દોમાં કહ્યું કે, જ્યાં સુધી નાગરિકો પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી દારૂબંધીનો કડક અમલ મુશ્કેલ છે. તેમણે વાલીઓને નશો છોડી બાળકોના આહાર પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. આ સમગ્ર મામલે તેઓ મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓ સમક્ષ વિસ્તૃત અહેવાલ રજૂ કરશે તેમ પણ જણાવ્યું હતું.




