VIDEO: સુરત ડિમોલિશન કેસે હાઇકોર્ટની સરકારને આકરી ટકોર
સુરતના નસીરનગરમાં થયેલા ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને તંત્રનો ઉધડ


સુરતના નસીરનગરમાં થયેલા ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને તંત્રનો ઉધડો લીધો છે. સુનાવણી દરમિયાન તંત્રના અધિકારીએ મોટો સ્વીકાર કરતા કબૂલાત કરી છે કે આ ડિમોલિશન ગેરકાયદેસર હતું. 5 અધિકારીઓના સસ્પેન્શન અંગે નારાજગી વ્યક્ત કરતા હાઇકોર્ટે વેધક સવાલ કર્યો કે, જ્યારે 100 પરિવારો ઘરવિહોણા થયા છે ત્યારે માત્ર સસ્પેન્શનથી શું થશે? આજ દિન સુધી આ કેસમાં FIR કેમ દાખલ કરવામાં નથી આવી?બીજી તરફ, ટોરેન્ટ પાવરે કોર્ટને જણાવ્યું કે લેખિતના બદલે તેમને માત્ર ટેલિફોનિક જાણ કરાઈ હતી, જેના કારણે 18 જેટલા વીજ મીટરનો નાશ થયો અને મોટી દુર્ઘટનાનું જોખમ સર્જાયું. કોર્ટે પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતા પૂછ્યું કે, જો બંદોબસ્ત ડિમાર્કેશન માટે હતો તો DCP કક્ષાના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન કેવી રીતે થઈ ગયું? કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મોટા માથાઓના ટેકા વિના લોકલ અધિકારીઓ આવું મોટું પગલું ભરી જ ન શકે.




