મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની કરી સમીક્ષા

પાટણ જિલ્લામાં સતત વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને કલેક્ટર પ્રશાંત જીલોવાએ સાંતલપુર, રાધન

તસવીર: gstv

પાટણ જિલ્લામાં સતત વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને કલેક્ટર પ્રશાંત જીલોવાએ સાંતલપુર, રાધનપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે. તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે, જ્યારે વારાહી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સરપંચો, તલાટીઓ, SDM, મામલતદાર, TDO અને UGVCLના અધિકારીઓને જોડતું વિશેષ વોટ્સએપ ગ્રુપ બનાવી ફરિયાદોના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાતવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર ચાલુ છે અને સંપર્કવિહોણા બનેલા 6થી 7 ગામોના માર્ગો સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.  

આ સમાચાર શેર કરો