VIDEO: નિયમો માત્ર જનતા માટે? વઢવાણના ડેપ્યુટી કલેક્ટરે પ્રતિબંધ છતાં લાઈફ જેકેટ વગર કર્યું બોટિંગ!
સુરેન્દ્રનગરના વઢવાણના ડેપ્યુટી કલેક્ટર એમ.જે.

સુરેન્દ્રનગરના વઢવાણના ડેપ્યુટી કલેક્ટર એમ.જે. ભરવાડ ખુદ સરકારી નિયમોના લીરેલીરા ઉડાવીને વિવાદમાં સપડાયા છે. સલામતી અને સર્ટિફિકેશનના કડક નિયમોના કારણે વર્ષ ૨૦૨૪થી નળસરોવર પક્ષી અભયારણ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, ડેપ્યુટી કલેક્ટરે પોતાના હોદ્દાનો રૂઆબ દેખાડી મિત્રો અને પરિવારજનો સાથે નળસરોવરમાં બેફામ બોટિંગ કર્યું હતું. આટલું જ નહીં, સુરક્ષાના પાયાના નિયમોને નેવે મૂકીને કોઈએ લાઈફ જેકેટ પણ પહેરવાની તસદી લીધી ન હતી. સામાન્ય માણસ જો પ્રતિબંધિત વિસ્તારમાં બોટિંગ કરે તો તેના પર દંડ અને કાનૂની સજા ફટકારવામાં આવે છે, ત્યારે કાયદાના રક્ષક જ ભક્ષક બનતા 'નિયમો માત્ર જનતા માટે જ છે?' તેવો ઘાટ સર્જાતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.




