VIDEO : ધ્રોલમાં 748 હિન્દુઓના ધર્મ પરિવર્તનની માંગણી બાદ કલેકટરની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સાથે 748 જેટલા હિન્દુઓએ કલેકટર સમક્ષ

Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સાથે 748 જેટલા હિન્દુઓએ કલેકટર સમક્ષ ધર્મપરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગે માંગણી કરતા ખળભળાટ મચી ગયો હતો.
ધ્રોલમાં ચાલી રહેલા ખાટકીવાડા, મરઘા ઉછેર કેન્દ્ર અને મચ્છીબજાર દ્વારા જાહેરમાં ફેલાવવામાં આવતા કચરાથી કંટાળીને 748 હિન્દુઓએ ધર્મપરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની કલેકટર પાસે મંજુરી માંગતી અરજી કરી હતી.
હવે આ મામલે જામનગર કલેકટર બી.કે. પંડયાની પ્રતિક્રિયા સામે આવી છે. કલેકટરે કહ્યુ કે ધ્રોલમાં હવે જે લોકો ગંદકી ફેલાવશે તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જે દુકાનવાળાઓ માસ મટન જાહેરમાં ફેંકતા હશે તેમની દુકાનો સીલ કરવામાં આવશે.
કલેકટરના આદેશને પગલે મામલતદાર, એસડીએમ અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ આ વિસ્તારમાં બુલડોઝર વડે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.






