મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:સુરત મહાનગરપાલિકાના આકરણી વિભાગના બે કલાર્ક 35 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરતમાં એસીબી સક્રિય થઈ હોય તે રીતે લાંચિયા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરતમાં એસીબી સક્રિય થઈ હોય તે રીતે લાંચિયા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટાચારનો છૂટો દોર ચાલતો હોય તે રીતે એક પછી એક કર્મચારીઓ એસીબીની વરૂણીમાં આવી રહ્યાં છે. ત્યારે આ વખતે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના બે કલાર્ક 35 હજારની લાંચ લેતા ઝડપાયા હતાં. આકરણી વિભાગના ધના ઝોનમાં ફરજ બજાવતા જીજ્ઞેશકુમાર પટેલ અને મેહુલકુમાર પટેલ વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવા લાંચ માગતા ઝડપાયા હતા.

વેરો રીક્વીજેશનના બદલામાં લાંચ માગી

ઉધના વિસ્તારમાં રહેતા વ્યક્તિ દર વર્ષે તેમના માનનો વેરો ભરે છે. મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોય વેરો રીક્વીજેશનની કાર્યવાહી કરવા માટે તે વ્યક્તિએ મનપાના ઉધના ઝોન એમાં રજૂઆત કરી હતી. આકારણી વિભાગમાં ફરજ બજાવતા બે કલાર્ક જીજ્ઞેશકુમાર ચમીનભાઈ પટેલ અને મેહુલકુમાર બાલુભાઈ પટેલ 35 હજારની લાંચ માગતા હતાં. આ અંગે તે વ્યક્તિે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો.

રૂપિયા લેતા રંગેહાથ ઝડપાયા

એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું. છટકા મુજબ ઉધના કેનાલ રોડ પર ખરવરનગર રોકડીયા હુનામન મંદિરની પાછળ જય બજરંગ પાન સેન્ટર સામે તે વ્યક્તિ કલાર્ક મેહુલકુમાર પટેલને મળ્યા હતા અને વાત કરી લાંચના 35 હજાર સ્વીકારતા એસીબી ત્રાટકી હતી. બાદમાં બન્ને ક્લાર્કને ઝડપી પાડ્યા હતાં. બન્નેના પગાર 35 હજારથી વધુ છે. 

આ સમાચાર શેર કરો