મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સરસ્વતી તાલુકામાં અરવિંદ ભુવાજી અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બબાલ, આ રીતે મામલો થાળે પડ્યો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજી અને ડીસા સહિતના ઠાકો

સોર્સ: GSTV

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજી અને ડીસા સહિતના ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઇ હતી. ભુવાજીના એક નિવેદન બાદ ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આ જ મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો જ્યારે મુના ગામમાં અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા ત્યારે મામલો બિચક્યો હતો. 

 ભુવાજીએ માફી માંગતા મામલો થાળે પડ્યો 

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામે અંધશ્રદ્ધા અને જાગૃતિ મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. અગાઉ અરવિંદ ભુવાજીએ પાંચ હજારથી વધુ બાધાઓ પૂરી કર્યાનું જાહેર નિવેદન આપતા ઠાકોર સમાજના આગેવાનો સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખવા સમજાવટ માટે ભુવાજીના ઘરે પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ભુવાજીના સમર્થકોએ સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરતા પરિસ્થિતિ તંગ બની હતી. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો મુના ગામમાં ઉમટી પડ્યા હતા, જેના પગલે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી. આખરે મામલો વધુ ગંભીર બને તે પહેલાં અરવિંદ ભુવાજીએ જાહેર રૂપે માફી માંગતા મામલો થાળે પડ્યો હતો. સમાજમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાના આ અભિયાનમાં સર્જાયેલી આ બબાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો