મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જલાલપોર તાલુકાની પ્રાઈમ કોલેજમાં ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 50થી વધુની અટકાયત

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના માંગરોળ ગામે આવેલી પ્રાઈમ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના માંગરોળ ગામે આવેલી પ્રાઈમ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોલેજ સંચાલકો દ્વારા ઊંચી ફી વસૂલવામાં આવતી હોવા છતાં વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ ન મળતા ભારે વિરોધ નોંધાયો હતો.

વિદ્યાર્થીઓએ કોલેજ પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન આપવાની નીતિ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. નર્સિંગ સહિત અન્ય ફેકલ્ટીઓમાં સુવિધાઓના અભાવે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા હતા. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી 50થી વધુ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

આ સમાચાર શેર કરો