મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી જિલ્લાની આંબાવાડીઓમાંથી કેરીઓની ચોરી, ખેડૂતોને મોટું નુકસાન

તસ્કરોએ સોના-ચાંદી અને રોકડ બાદ હવે આંબાવાડીમાંથી કેરીઓની પણ ચોરી કરી રહ્યા છે. નવસારી જિલ્લાના પૂર

તસ્કરોએ સોના-ચાંદી અને રોકડ બાદ હવે આંબાવાડીમાંથી કેરીઓની પણ ચોરી કરી રહ્યા છે. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં તસ્કરોનો તરખાટ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાત્રિના અંધારામાં આંબાવાડીઓમાંથી કિંમતી કેરીઓ સાફ કરી જતી ગેંગ બેફામ બની છે.

સ્થાનિક સ્તરે લેભાગુ તત્વો વજનકાંટા ગોઠવીને બજાર ભાવ કરતાં અડધા ભાવે આ ચોરેલી કેરીઓ ખરીદી કાળાબજારી કરી રહ્યા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક પોલીસ તંત્ર નિષ્ક્રિય છે અને કોઈ નક્કર પેટ્રોલિંગ કરાતું નથી. પરિણામે રાતોની ઊંઘ ગુમાવી ચૂકેલો લાચાર ખેડૂત હવે કંટાળીને આંબા કાપી નાખવા જેવા પગલાં ભરવા મજબૂર બન્યો છે. 

આ સમાચાર શેર કરો