મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: CID ક્રાઈમના વિવિધ હોટલો પર દરોડા, 20થી વધુ વિદેશી યુવતીઓ ઝડપાઈ

અમદાવાદમાં CID ક્રાઈમ દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું હતું, શહેરના 14 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા

અમદાવાદમાં CID ક્રાઈમ દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું હતું, શહેરના 14 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ  CID ક્રાઈમ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના તમામ અધિકારીઓએ વિવિધ હોટલોમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં રશિયન નાઇજિરિયન અને નોર્થ ઇસ્ટની મહિલાઓ ઝડપાઈ છે.

 હોટેલમાં વિવિધ એપના માધ્યમથી એસ્કોર્ટ

પ્રાથમિક માહિતી અનુસાર શહેરની મોટા ભાગની હોટેલમાં વિવિધ એપના માધ્યમથી એસ્કોર્ટ ચાલી રહ્યં હતું. આ તમામ એપ દેશ બહારથી ઓપરેટ થતી હતી.

ફોરેન એક્ટ મુજબ મુજબ ગુનો દાખલ થઈ શકે 

સૂત્રોના જણાવ્યા અનુસાર 20થી વધુ વિદેશી મહિલાઓની દેહ વ્યાપારની આશંકા મામલે અટકાયત કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  વિદેશી મહિલાઓ વિરૂદ્ધ ફોરેન એક્ટ મુજબ મુજબ ગુનો દાખલ થઈ શકે છે 

આ સમાચાર શેર કરો