VIDEO: મુખ્યમંત્રીએ સાસણમાં વહેલી સવારે જંગલ સફારીની મજા માણી, સિંહ દર્શન કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. ગઈકાલે તેમણે એશિય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. ગઈકાલે તેમણે એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ગુજરાતના સાસણગીરના જંગલમાં મુખ્યમંત્રીએ વહેલી સિંહ દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે જંગલ સફારીમાં સિંહ દર્શન કર્યા
મળતા અહેવાલ પ્રમાણે સ્વચ્છ હવા, જંગલ પ્રદેશનું રમણીય પ્રાકૃતિક સૌંદર્ય, અને ગુજરાતની શાન સમા સાવજને જોઈ મુખ્યમંત્રી ખુશ થયા હતા. મુખ્યમંત્રીને આજે વહેલી સવારે જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય બની ગયો હતો.
ગીરના ઘેઘૂર જંગલોમાં વિચરણ કરતા ગુજરાતની શાન સમા એશિયાટિક લાયનના દર્શન કરી
જૂનાગઢના સાસણ ગીરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે જંગલ સફારીનો અવિસ્મરણીય આનંદ માણ્યો હતો. ગીરના ઘેઘૂર જંગલોમાં વિચરણ કરતા ગુજરાતની શાન સમા એશિયાટિક લાયનના દર્શન કરી મુખ્યમંત્રી અત્યંત અભિભૂત થયા હતા.
સફારી બાદ પોતાનો અનુભવ વર્ણવતા તેમણે જણાવ્યું કે, ગીરની સવાર ખરેખર અદભુત છે! સ્વચ્છ હવા અને જંગલ પ્રદેશના રમણીય પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સાવજની ગર્જના અને તેમની શાહી છટા જોઈ મુખ્યમંત્રી ગદગદિત થયા હતા. વનરાજ સાથેની આ મુલાકાતને તેમણે એક યાદગાર સંભારણું ગણાવ્યું હતું. ગીરના વન્યજીવ સંરક્ષણ અને પ્રકૃતિના અનોખા સંગમને નિહાળી મુખ્યમંત્રીએ વન વિભાગની કામગીરીની પણ પ્રશંસા કરી હતી, જેનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો.






