મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં બોનેટમાંથી ધુમાડા દેખાતા જ ચાલકે કાર થોભાવી બહાર નીકળ્યો ને લાગી ભીષણ આગ

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે રોડ પર કારમાં આગ લાગી ગઈ હતી. રાત્રિના સમયે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતાં ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

નવસારીથી પરત ફરતાં લાગી આગ

નવસારીથી સુરત પરત ફરતી મહિન્દ્રા એક્સયુવી કારમાં આગ લાગી ગઈ હતી. દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાં આગ લાગ્યાની જાણ થતાં જ ડ્રાઈવર સલામત રીતે નીચે ઉતરી ગયા હતાં. કાર માલિક હિરેન પટેલ નીચે ઉતરી ગયા બાદ સંપૂર્ણ કારમાં આગ લાગતાં જ્વાળાઓ ઊંચે સુધી ઉઠી હતી. 

સંપૂર્ણ કાર થઈ ખાક

ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું કે, પાંડેસરા વિસ્તારના પ્રેમ નગર પાસે ઘટના બની હતી. આગમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી સામે આવ્યું નથી.

આ સમાચાર શેર કરો