મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ખેડા- ધોળકા રોડ પર હોટલમાં ઓચિંતા કાર ઘૂસી જતા અફરાતફરી, વેઈટરે લાફો માર્યો

ખેડા-ધોળકા હાઈવે પર ધોળકા તરફ જવાના રસ્તે આવેલી ગુડલક હોટલમાં કાર ઘૂસી ગઈ હતી. સદનસીબે આમાં કોઈ જાનહ

ખેડા-ધોળકા હાઈવે પર ધોળકા તરફ જવાના રસ્તે આવેલી ગુડલક હોટલમાં કાર ઘૂસી ગઈ હતી. સદનસીબે આમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ગુડલક હોટલમાં આવેલા ગ્રાહકે કાર પાર્ક કરવાના પ્રયાસમાં કાબુ ગુમાવતા કાર સીધી મુખ્ય એન્ટ્રન્સના પગથિયા કુદાવીને હોટલમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે હોટલમાં કાર ઘૂસી જે ટેબલ સાથે અથડાઈ તે ટેબલ ઉપર કોઈ ગ્રાહક બેઠેલું નહોતું. જેથી અઘટિત ઘટના થતા બચી હતી. ઓચિંતા જ હોટલમાં કાર ઘૂસી જતા હાજર લોકોમાં અફરાતફરી મચી હતી. જો કે તાત્કાલિક કાર્યવાહીથી સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. આ ઘટનાના વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. 

આ સમાચાર શેર કરો