મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: ગુજરાત HCમાં નિયમોમાં ધરખમ ફેરફાર, હવેથી સિનિયર વકીલો નહીં માંગી શકે મુદત

ગુજરાત હાઈકોર્ટે કોર્ટની કાર્યવાહીને કાર્યક્ષમ બનાવવા માટે નિયમોમાં ધરખ

ગુજરાત હાઈકોર્ટે કોર્ટની કાર્યવાહીને કાર્યક્ષમ બનાવવા માટે નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. 'The High Court of Gujarat (Designation of Senior Advocates) Rules, 2025' નામના 14 પાનાંના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, હવેથી કોઈપણ કેસમાં સિનિયર વકીલો મુદત (એડજોર્નમેન્ટ) માંગી શકશે નહીં. મેન્શનિંગ અને મુદત માટે જુનિયર વકીલો જ અરજી કરી શકશે. 

આ ઉપરાંત, સિનિયર વકીલની પદવી મેળવવા માટે ઓછામાં ઓછી 45 વર્ષની ઉંમર ફરજિયાત કરવામાં આવી છે, જેથી 45 વર્ષથી ઓછી ઉંમરના વકીલો આ પદવી મેળવી શકશે નહીં. આ નિયમથી જુનિયર વકીલોને વધુ તકો મળશે અને વ્યવસાયમાં પાર્દર્શિતા આવશે. સિનિયર વકીલોએ બારમાં 3 વર્ષથી ઓછો અનુભવ ધરાવતા 2-3 જુનિયર વકીલોને સાથે રાખીને માર્ગદર્શન આપવાનું ફરજિયાત કરાયું છે. 

આ સમાચાર શેર કરો