Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat HC dismisses all petitions regarding Chandola Lake demolition

ચંડોળા તળાવ ડિમોલિશનમાં રાજ્ય સરકારને મોટી રાહત, ગુજરાત HCએ તમામ અરજીઓ ફગાવી

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
ચંડોળા તળાવ ડિમોલિશનમાં રાજ્ય સરકારને મોટી રાહત, ગુજરાત HCએ તમામ અરજીઓ ફગાવી
સોર્સ : GOOGLE

રાજ્ય સરકારની ચંડોળા તળાવ ખાતેની કામગીરીને પડકારતી અનેક અરજીઓ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે આ તમામ અરજીઓ ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની કામગીરીને યોગ્ય ગણાવીને અરજી ફગાવી દીધી હતી. 

App Store

જણાવી દઈએ કે, રાજ્ય સરકારે અને સ્થાનિક તંત્રે સાથે મળીને અમદાવાદના પ્રખ્યાત ચંડોળા તળાવના કિનારે અને તળાવની અંદરે કરેલા દબાણ મુદ્દે રાજ્યનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધર્યું હતું. મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ પર દાદાનું બુલડોઝર ફળી વળ્યું હતું. જેને પગલે ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અનેક સુનાવણીઓ બાદ પણ અરજદારો યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરી શકતા હાઈકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી હતી.