Video: છોટાઉદેપુરમાં પાણીની તંગી સામે આગોતરું આયોજન

છોટાઉદેપુરમાં ઉનાળામાં સંભવિત પાણીની તંગીને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ અત્યારથી જ આગોતરું આયોજન શરૂ કર્યું છે. નગરપાલિકાના વોર્ડ નંબર 1નાં કોર્પોરેટર નજમાબેન ફેઝલભાઈ મલાએ મહુડી ફળિયામાં આવેલો પોતાનો ખાનગી કૂવો નગરજનોના ઉપયોગ માટે આપવાની તૈયારી દર્શાવી છે. આ અંગે તેમણે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. રજૂઆત બાદ અધિકારીઓએ કૂવામાંથી પાણીનાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યાં છે. રિપોર્ટ આવ્યા બાદ પાણી પીવાલાયક છે કે નહીં તેની ખાતરી કરીને તેનો ઉપયોગ કરવામાં આવશે. બીજી તરફ, નગરપાલિકા દ્વારા શહેરના અન્ય ખાનગી કૂવાઓનો પણ સર્વે હાથ ધરાયો છે, જેથી ઓછા વરસાદની સ્થિતિમાં નગરજનોને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
જાહેરાત






