મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMCના ફાયર સબ ઓફિસર કોર્સમાં ખોટી રીતે પ્રવેશ મેળવવાનો મામલો; ટર્મિનેટ કરાયેલા અધિકારીને ગુજરાત HCથી પણ રાહત નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES)મા

AMCના ફાયર સબ ઓફિસર કોર્સમાં ખોટી રીતે પ્રવેશ મેળવવાનો મામલો; ટર્મિનેટ કરાયેલા અધિકારીને ગુજરાત HCથી પણ રાહત નહીં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES)માં ફાયર સબ ઓફિસર કોર્સમાં ખોટા ભલામણ પત્રો રજૂ કરી નોકરી મેળવવાના મામલે મોટી કાર્યવાહી થઈ છે. ખાતાકીય તપાસ બાદ AMCએ આઠ અધિકારીઓને ટર્મિનેટ કર્યા હતા, જેમાંથી ચાર અધિકારીઓ—આસીફ શેખ, સુધીર ગઢવી, શુભમ ખડિયા અને મેહુલ ગઢવી—ને ગુજરાત હાઈકોર્ટે પણ કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આ ચારેય અધિકારીઓની અરજી ફગાવી દેતાં હાઈકોર્ટે AMCના ટર્મિનેશનના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. અન્ય 4 ફાયર સબ અધિકારીની રાહતને પડકારતી અરજી હાઈકોર્ટમાં  પેન્ડિંગ છે. 

AMCએ આ મામલે વિજિલન્સ તપાસ હાથ ધરી હતી, જેના આધારે આઠ અધિકારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. આ નિર્ણયને આઠેય અધિકારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં તેમને પ્રાથમિક રાહત મળી હતી. જોકે, AMCએ હાઈકોર્ટના આ નિર્ણય સામે અપીલ કરી, અને હાઈકોર્ટે AMCની તરફેણમાં આદેશ આપતા આસીફ શેખ, સુધીર ગઢવી, શુભમ ખડિયા અને મેહુલ ગઢવીને ટર્મિનેટ કરવાનો નિર્ણય યથાવત્ રાખ્યો. બાકીના ચાર ફાયર સબ ઓફિસરોની રાહતને પડકારતી અરજી હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

આ સમાચાર શેર કરો