મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સી.જી. રોડ લોહિયાળ બન્યો: પૂરઝડપે દોડતી સ્પોર્ટ્સ બાઈકે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકનો લીધો જીવ 

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા સી.જી. રોડ પર પૂરઝડપે દોડતી

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા સી.જી. રોડ પર પૂરઝડપે દોડતી સ્પોર્ટ્સ બાઈકે એક યુવકનો જીવ લીધો છે. મરડિયા પ્લાઝા પાસે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં રસ્તો ક્રોસ કરી રહેલા 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, 25 વર્ષીય પ્રકાશ ડિંડોર નામનો યુવાન તેના મિત્ર સાથે સી.જી. રોડ - મરડિયા પ્લાઝા પાસેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન કાળ બનીને પૂરઝડપે આવેલી એક સ્પોર્ટ્સ બાઈકે પ્રકાશને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ગંભીર ઇજાઓ થવાને કારણે પ્રકાશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

બાઈક ચાલક પણ ઇજાગ્રસ્ત

અકસ્માત સર્જનાર સ્પોર્ટ્સ બાઈક ચાલકની ઓળખ સુફિયાન મુસ્તુફા તરીકે થઈ છે. ટક્કર માર્યા બાદ બાઈક ચાલક સુફિયાન પણ રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતક પ્રકાશના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઈક ચાલક સુફિયાન મુસ્તુફા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો