VIDEO: બોપલ બ્રિજ પાસે થયેલા અકસ્માતના CCTV આવ્યા સામે, ફોર્ચ્યુનરે ફૂલ સ્પીડમાં થારને ઉડાડી
અમદાવાદમાં સોમવારે વહેલી સવારે બોપલ બ્રિજ પાસે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ

અમદાવાદમાં સોમવારે વહેલી સવારે બોપલ બ્રિજ પાસે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ અકસ્માતના શોકિંગ CCTV સામે આવ્યા છે.
ફોર્ચ્યુનરનો કચ્ચરઘાણ વળી ગયો
દારૂ ભરેલી ફોર્ચ્યુનર શીલજથી પૂર ઝડપે આવી રહી હતી, તો બીજી તરફ બોપલથી આવી રહેલી થારે યુ-ટર્ન લેતા બન્ને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, અને થાર ઘટના સ્થળથી 50 ફૂટ દૂર ફંગોળાઈ હતી. પ્રાથમિક અહેવાલ પ્રમાણે 200ની સ્પીડે ફોર્ચ્યુનર કાર ચાલક કાર ચલાવી રહ્યો હતો. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
થાર ચાલાકનું પણ મોત
અકસ્માતમાં થાર ચાલાક સંજય કાઠીનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત પરોઢીયે 4 વાગ્યાની આસપાસ સર્જાયો હતો.
મૃતકોના નામ
1. અજીત કાઠી (થાર કાર ચાલક)
2. મનીષ ભટ્ટ (થાર કારમાં સવાર)
3. ઓમપ્રકાશ (ફોર્ચ્યુનર કાર ચાલક)








