મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: કુબેરનગરમાં AMC કચરાની ગાડીએ બાઈક સવારનો લીધો ભોગ, CCTV આવ્યા સામે

CCTV of accident AMC Garbage vehicle and Bike in Kubernagar | અમદાવાદમાં એએમસી કચરાની ગાડીએ એક યુવકનો જીવ લીધો છે. જ્યાં કુબેરનગર રાજવી સર્કલ પાસે એએમસીની કચ

અમદાવાદમાં એએમસી કચરાની ગાડીએ એક યુવકનો જીવ લીધો છે. જ્યાં કુબેરનગર રાજવી સર્કલ પાસે એએમસીની કચરાની ગાડીએ બાઈક સવારને અડફેટે લેતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે આ બનાવના હવે સીસીટીવી સામે આવ્યા છે.

યુવકનું મોત થયાના પાંચ દિવસ પછી પણ પોલીસે એફઆઈઆર નોંધી નથી

પ્રાપ્ત માહિતી પ્રમાણે  અમદાવાદ શહેરના કુબેરનગર રાજવી સર્કલ પાસે એએમસીની કચરાની ગાડીએ રવિવારે બાઈક સવારને અડફેટે લીધો હતો. અકસ્માતના પગલે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકનું મોત રવિવારના રોજ થયું હોવા છતાં પણ પોલીસે પાંચ દિવસ બાદ પણ એફઆઈઆર નોંધી નથી.

ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવા પરિવારજનોની ચીમકી 

ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતક યુવકની લાશ નહી સ્વીકારવા પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓને જાણ થતા અકસ્માતની ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો