VIDEO: ધોરણ 10ના ગણિતના પેપરમાં સુપરવાઈઝરની હાજરીમાં વિદ્યાર્થીઓની ચાલાકી, કાપલીની કરી આપ લે
ખેડા જિલ્લાના ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલી ભવન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ વારંવાર વિવા
ખેડા જિલ્લાના ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલી ભવન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ વારંવાર વિવાદમાં આવતી હોય છે. હાલમાં 10મા ધોરણની પરીક્ષામાં ચોરીની ઘટનાને પગલે ખેડાના ડાકોરમાં આવેલી ભવન્સ સ્કુલ વિવાદમાં આવી છે. ચાલુ પરીક્ષામાં ચોરી કરતા પરીક્ષાર્થીનો વીડિયો સામે આવ્યો છે. ધોરણ 10માં ગણિતના પેપરમાં કાપલીની આપ લે કરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ડાકોરની ભવન્સ સ્કુલના એક ક્લાસમાં એન્ટર થતા પહેલી લાઈનથી છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ દ્વારા કાપલીની આપ લેની ઘટના સામે આવી છે.
ડાકોર ભવન્સ સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરતા પરીક્ષાર્થીના વિડિયો વાયરલ
ધોરણ 10 માં ગણિતના પેપરમાં કાપલી ની આપ લે કરવાની ઘટના થઈ સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાના વિડિયો હાલ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ક્લાસમાં એન્ટર થતા પ્રથમ લાઈનમાં છેલ્લી બેન્ચીસ પર વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહી છે કાપલી ની આપ લે થાય છે. સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં મેથ્સના પેપરમાં ચોરી થઈ રહી હતી.
ભવન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડાકોર માં બ્લોક ન. 27 SSC શનિવારના રોજ યાને 1-3-2025 ના રોજ ગણિતના પેપર 11.31 કલાકે કાપલી તેમજ તેં દરમિયાન ચોરી કરતો વિડિયો કેમેરામાં કેદ થયો છે. સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં ગણિતના પેપરમાં ચોરીની ઘટના બની છે.






