મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : TRP ગેમઝોન દુર્ઘટનાના CCTV સામે આવ્યા, જુઓ મીનિટોમાં જ કેવી રીતે વિકરાળ બની આગ

Rajkot Gamezone Fire: રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થ

Rajkot Gamezone Fire: રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગેમઝોનમાં આગ કઈ રીતે લાગી તેના સીસીટીવી આવ્યા સામે છે. જેમાં ગેમઝોનની અંદર વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. તણખા નીચે ઝરતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું . જેના સીસીટીવી સામે આવ્યા છે. 

ગેમઝોનમાં એક જગ્યાએ ઉપરની સાઈડ વેલ્ડિંગ કામ ચાલતું હતું

બહુચર્ચાસ્પદ અને ગંભીર ગણાતા રાજકોટ અગ્નિકાંડ કેવી રીતે સર્જાયો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ અનેક લોકો આનંદ મોજમસ્તી માણી રહ્યા હતા. તેવામાં એકાએક આગ લાગી. ગેમઝોનમાં એક જગ્યાએ ઉપરની સાઈડ વેલ્ડિંગ કામ ચાલતું હતું. જેના તણખાં નીચે રહેલી જ્વલનશીલ વસ્તુ પર પડ્યાં. તણખાં પડતાં જ નીચે સળગે તેવી વસ્તુઓએ આગ પકડી. અગ્નિશાક સાધનોથી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો પણ જોતજોતામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું.  28 નિર્દોષો આ આગમાં ભૂંજાઈ ગયા.  

બીજી બાજુ આ TRP ગેમઝોનના માલિક-સંચાલકો સામે FIR નોંધાઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ સામે IPC 304, 308, 337 ,338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

આ 6 આરોપીઓ સામે નોંધાઈ FIR 

(1) ધવલભાઈ ભરતભાઈ ઠકકર
(2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
(3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા
(4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
(5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
(6) રાહુલ લલીતભાઇ રાઠોડ

અગ્નિકાંડ એ માનવસર્જિત ડિઝાસ્ટર - હાઈકોર્ટ

રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. આ ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વિશેષ બેન્ચે સુનાવણી કરી હતી. હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ પાસે ગેમઝોન મુદ્દે જવાબ માગ્યો છે. અને એક જ દિવસમાં ખુલાસા કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. 

આ સમાચાર શેર કરો