મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Sabar Dairy વિવાદનો સુખદ અંત, પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે

Sabarkantha News: સાબરકાંઠાની સાબરડેરી સામે પશુપાલકો વાર્ષિક ભાવફેર સહિતના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ઉગ

Sabarkantha News: સાબરકાંઠાની સાબરડેરી સામે પશુપાલકો વાર્ષિક ભાવફેર સહિતના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે સાબરડેરીના નિયામક મંડળની મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠક બાદ સાબરડેરીના વાર્ષિક ભાવફેરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને 995 રૂપિયા કિલો ફેટે ચુકવાશે. અગાઉ 960 રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો.

990ની જગ્યાએ 995 રૂપિયા ભાવ નક્કી કરાયો

સાબરડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. હવે 990ની જગ્યાએ 995 રૂપિયા ભાવ નક્કી કરાયો છે. પ્રતિ કિલો ફેટ રૂપિયા 5નો વધારો જાહેર કરાયો છે જેથી  હજારો પશુપાલકોને ફાયદો થશે. દરેક સંઘ કરતા આ વર્ષે પણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા હોવાનો દાવો કરાયો હતો. સાબરડેરીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. 14 તારીખે થયેલા આંદોલન બાદ ડેરીમાં બેઠક થઈ હતી. ગત વર્ષે મળેલા ભાવ વધારા કરતા વધુ ભાવ અપાશે.

પશુપાલક આંદોલનમાં જેલમાં ગયેલા 47ને છોડવા તાત્કાલિક પ્રયાસ 

સ્વ.અશોક ચૌધરીને સાબરડેરીની તમામ મંડળીઓ ભાગીદાર કરશે. બેઠકમાં સર્વાનુમતે તમામ માંગ સ્વીકારાઈ છે. પશુપાલકોની માંગનો સર્વાનુમતે સ્વીકાર થયો છે. 18 દૂધ સંઘમાંથી માત્ર બે જ સંઘ દ્વારા હાલમાં ભાવ વધારો આપ્યો છે. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમજ ડેરીના નિયામક મંડળ સહિત પશુપાલક આગેવાનો તેમજ કિસાન સંઘના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો