મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO:  પાટણના હારિજ ખાતે પશુપાલકોએ દર્શાવ્યો વિરોધ, અશોક ચૌધરીના સમર્થકો સાથે થઈ બબાલ

ઉત્તર ગુજરાતની મહેસાણા દૂધ સાગર ડેરી અંતર્ગત આવતી હારિજ તાલુકાની ડેરીઓમાં પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો હતો. હાર

ઉત્તર ગુજરાતની મહેસાણા દૂધ સાગર ડેરી અંતર્ગત આવતી હારિજ તાલુકાની ડેરીઓમાં પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો હતો. હારીજ ત્રણ રસ્તા પાસે પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને સૂત્રોચ્ચાર કરીને આવેદન આપ્યું હતું. હારીજ ખાતે ત્રણ તાલુકાના પશુપાલકોના સંમેલનમાં હોબાળો થયો હતો. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના સમર્થકો સંમેલનમાં પહોંચતા વિવાદ થયો હતો. 

હારિજ ખાતે યોજાયેલા સંમેલનમાં અશોક ચૌધરીના સમર્થકો અને પશુપાલકો વચ્ચે શાબ્દિક બબાલ થઈ હતી. ઘટનાસ્થળે પોલીસે મધ્યસ્થી બનીને મામલો થાળે પાડ્યો હતો. હારિજ ખાતે અશોક ચૌધરીના સમર્થકો એકત્રિક થયા હતા. પશુપાલન સંમેલનમાં કોઈ સ્થાનિક પશુપાલક ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પશુપાલકોએ લગાવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાના ગણાવ્યા હતા.

આ સમાચાર શેર કરો