VIDEO: સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે! ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ હવે નહીં રહે ફરજિયાત
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વ

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને (DPEO) એક મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની શાળાઓમાં ધો. 1 માં પ્રવેશ મેળવવા માટે બાલવાટિકા કે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
પ્રી-સ્કૂલના સર્ટિફિકેટના અભાવે બાળકનો પ્રવેશ અટકાવી શકાય નહી
અનેક ખાનગી શાળાઓ દ્વારા ધો. 1 માં પ્રવેશ આપતી વખતે બાળકોના પ્રી-સ્કૂલિંગનું સર્ટિફિકેટ માંગવામાં આવતું હતું અને વાલીઓ સર્ટિફિકેટ ન રજૂ કરી શકે તો પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ બાબતને ગંભીરતાથી લઈને સરકારે સ્પષ્ટ કર્યું છે કે RTE એક્ટની કલમ-14 મુજબ કોઈપણ શાળા બાલવાટિકા કે પ્રી-સ્કૂલના સર્ટિફિકેટના અભાવે બાળકનો પ્રવેશ અટકાવી શકે નહીં. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે માત્ર બાળકનું બર્થ સર્ટિફિકેટ (જન્મ પ્રમાણપત્ર) અને નિર્ધારિત વય જ ધ્યાને લેવાની રહેશે.
શાળાઓને કડક તાકીદ
જો કોઈ શાળા નિયમ વિરુદ્ધ જઈને સર્ટિફિકેટ માંગશે અને પ્રવેશ નહીં આપે, તો તેને RTE એક્ટનો ભંગ ગણવામાં આવશે અને સંબંધિત DEO-DPEO દ્વારા તે શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ શાળાઓને પણ સુચના આપવામાં આવી છે કે, આ નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવે.






