મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરસાદ બાદ યુદ્ધના ધોરણે સ્વચ્છતા અભિયાન શરૂ

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મહાનગરપાલિકાએ શહેરભરમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કામગીરી શરૂ કરી છે. સોલિડ

તસવીર: gstv

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મહાનગરપાલિકાએ શહેરભરમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કામગીરી શરૂ કરી છે. સોલિડ વેસ્ટ વિભાગના 8 હજારથી વધુ કર્મચારીઓ રોડ-રસ્તાઓ પરથી કાદવ-કિચડ દૂર કરવા, કેચપીટની સફાઈ અને ડોર-ટુ-ડોર કચરા ઉપાડની કામગીરીમાં જોડાયા છે, જ્યારે 1,500થી વધુ વાહનો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રોગચાળો અટકાવવા દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે. કાદવના કારણે વાહનચાલકોને અકસ્માત ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. શહેરને ઝડપથી સ્વચ્છ બનાવવા રાઉન્ડ ધ ક્લોક વધારાના સફાઈ કર્મચારીઓ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો