મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નસવાડી બ્લોક હેલ્થ ઓફિસ જ બીમાર, કર્મચારીઓ જીવના જોખમે કામ કરવા મજબૂર

નસવાડી બ્લોક હેલ્થ ઓફિસની કચેરી જર્જરિત અવસ્થામાં છે. આ કચેરીમાં અધિકારીઓ અને કર્મચ

નસવાડી બ્લોક હેલ્થ ઓફિસની કચેરી જર્જરિત અવસ્થામાં છે. આ કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબૂર થયા છે. દીવાલોના પોપડા તેમજ છતના ભાગના નળિયા બેસાડવા માટે જે લાકડાની સાઈઝો લગાવેલી છે. તે સડી ગઈ છે. ચોમાસામાં પાણી પણ ટપકે છે. નસવાડીમાં અલગ અલગ સરકારી જગ્યાઓ સરકારી ચોપડે બોલતી હોવા છતાંય આરોગ્ય વિભાગના આ કર્મચારીઓ માટે બિલ્ડિંગની જગ્યા ફળવાતી નથી. બ્લોક હેલ્થ ઓફિસની કચેરી બનાવવા માટે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર અનેક વાર વારવાર જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે. હાલની જે બ્લોક હેલ્થ ઓફિસ છે. તે કચેરીનું બિલ્ડિંગ પથ્થરની દિવાલો છે. તેના પથ્થરો ઉખડી રહ્યા છે. દિવાલથી છુટ્ટા પડી રહ્યા છે.

આ પણ વાંચોઃ Video: આ સેન્ડલ કરશે મહિલાઓની સુરક્ષા, પગથી જ આવશે આવારાઓની સાન ઠેકાણે

દુર્ઘટના સર્જાય તેવી સંભાવના

આ બ્લોક હેલ્થ ઓફિસ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં છે. ગમે ત્યારે ધરાશય ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે.જિલ્લાના અધિકારીઓ આ કચેરી નવી બને તેના માટે કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી. આ કચેરીમાં આરબીએસકે ન સ્ટાફ માટે બેસવાની જગ્યા નથી. આશા વર્કર બહેનોને બેસવાની જગ્યા ન હોવાથી ઓટલા ઉપર બેસીને કામ કરે છે. આવી દયનીય સ્થિતિમાં કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે સરકારે આદિવાસી વિસ્તારના તેઓના જ કર્મચારીઓ માટે બિલ્ડિંગ બનાવી શકતી નથી. વિકાસના દવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. જ્યારે સાંસદ અને ધારાસભ્ય નવું બિલ્ડિંગ બનાવવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી.

આ સમાચાર શેર કરો