Video: આ સેન્ડલ કરશે મહિલાઓની સુરક્ષા, પગથી જ આવશે આવારાઓની સાન ઠેકાણે
બાળકીઓથી લઈને મહિલાઓ સાથે અઘટિત ઘટનાઓ રોજે રોજ દેશભરમાં બની રહી છે. ત્યારે છે

બાળકીઓથી લઈને મહિલાઓ સાથે અઘટિત ઘટનાઓ રોજે રોજ દેશભરમાં બની રહી છે. ત્યારે છેડતી, દુષ્કર્મ, અપહરણ સહિતના બનાવોમાંથી બચાવતા સેન્ડલ બે વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. સુરતની સરકારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ પગની સાથે સાથે અસામાજિક તત્વોથી પણ બચાવી શકે તેવા સેન્ડલ બનાવ્યા છે.
આ પણ વાંચોઃ Video: સુરતમાં નકલી પોલીસ ઝડપાઈ, મહિલા સાથે મળીને વેપારીને ફસાવી કરતાં આવું
ઈલેક્ટ્રિકનો કરંટ લાગશે
સેન્ડલ વર્ષા રબારી અને મહેક સરવૈયાએ મહિલાઓની સુરક્ષા માટે બનાવ્યું છે. ઈલેક્ટ્રિક સેફ્ટી સેન્ડલમાં બે ખાસ પ્રકારના સ્વિચ લગાવવામાં આવી છે. સેન્ડલમાં લિથિયમ બેટરીના કારણે આવારા તત્વોને જોરદાર કરંટ લાગશે સેફ્ટી સેન્ડલમાં લાગેલા બે સ્વિચમાં પ્રથમ સ્વિચ મહિલાને પરેશાન કરનાર વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટ આપવા માટે છે. આ સ્વિચનો ઉપયોગ કરવાથી આવારાતત્વોને તરત જ કરંટ લાગશે, જેનાથી તેઓ ડરી જશે અને મહિલાને બચવાની તક મળશે.
જીપીએસ મારફતે થશે ટ્રેક
ઇલેક્ટ્રિક કરંટ સાથે GPS સિસ્ટમનો ઉપયોગ આજકાલના સામાન્ય કિસ્સાઓમાં, પરેશાન કરનાર પહેલા મહિલા અથવા યુવતીનો મોબાઇલ તોડી નાખે છે કે ફેંકી દે છે. એવામાં મહિલાનું લોકેશન ટ્રેક કરવાની સમસ્યા ઉભી થાય છે. સેફ્ટી સેન્ડલમાં આ સમસ્યા માટે વિશેષ સીમકાર્ડ સ્લોટ છે. આ સ્લોટમાં લગાવેલા સિમકાર્ડ દ્વારા યુવતીનું લોકેશન GPS મારફતે ટ્રેક કરી શકાય છે, જેનાથી તે જ્યાં હશે તેની માહિતી માતાપિતા અથવા સંબંધીઓને મળી શકશે.
સિમકાર્ડથી મળશે મેસેજ
મદદરુપ મેસેજ માટે બીજું સ્વિચ સેન્ડલમાં અન્ય એક સ્વિચ પણ રાખવામાં આવ્યું છે, જે દબાવવાથી સિમકાર્ડ મારફતે મહિલાના નજીકના સંબંધી કે માતાપિતા સુધી મદદ માટે મેસેજ મોકલાશે. આ મેસેજ મદદ માટે તાત્કાલિક કાર્યવાહી માટે અત્યંત ઉપયોગી રહેશે.એક વખતના ચાર્જમાં પાંચ કલાક સિસ્ટમ કાર્યરત રહે આ ઈલેક્ટ્રિક સેન્ડલમાં એક વખત ચાર્જ કરવામાં આવે તો પાંચ કલાક સુધી કાર્યરત રહે છે. આ ઉપકરણમાં માત્ર ઇલેક્ટ્રિક શોક આપવા માટેની સુવિધા જ નથી, પરંતુ GPS સિસ્ટમ તેમજ હેલ્પ મેસેજ જેવી સુવિધાઓ તેને વધુ સચોટ અને ઉપયોગી બનાવે છે.








