VIDEO: પંચમહાલમાં બોરિયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ અને આપના ઉમેદવારોની ડિપોઝીટ કરાવી જપ્ત
પંચમહાલના શહેરા તાલુકાની બોરિયા જિલ્
પંચમહાલના શહેરા તાલુકાની બોરિયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર મગનભાઈ વિરમભાઈ પટેલીયાનો ભવ્ય વિજય થયો. તેમણે કોંગ્રેસ અને આપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરાવી કેસરિયો લહેરાવ્યો છે. આ શાનદાર જીતને વધાવવા માટે સમર્થકો અને ભાજપના કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને ફટાકડા ફોડીને ઉત્સાહભેર વિજયની ઉજવણી કરી હતી. વિજેતા ઉમેદવાર મગનભાઈએ પોતાની જીત બાદ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનતા જનતાના કામો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.








