VIDEO: પાલનપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ ચૂંટણીમાં જીતને લઈ આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ફરી વિવાદમાં ફસાયા છે. પાલનપુરના ચડોતરમાં તે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ફરી વિવાદમાં ફસાયા છે. પાલનપુરના ચડોતરમાં તેમને એક સભામાં નામ લીધા વગર વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહાર કર્યાં અને કહ્યું કે જનતાનો તમાચો કોંગ્રેસના બે નેતા ક્યારેય નહીં ભૂલે. વિશ્વકર્માએ કહ્યું કે, કોંગ્રેસના આ બે નેતા માત્ર જાતિવાદ ફેલાવવાનું કામ કરે છે, દાંતાના ધારાસભ્ય પોતાના દીકરાની પણ સીટ ન બચાવી શક્યા. જેમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બેનના સાડીના પલ્લુમાંથી અમે સીટ લઈ ગયા. આ નિવેદનથી ભારે વિવાદ ઉભો થયો છે.


